Corona Update: ભારતમાં કોરોનાના દર્દીઓ 80 લાખને પાર, જો કે સતત વધી રહ્યો છે રિકવરી રેટ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 49,881 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 80,40,203 પર પહોંચી ગયો છે. જેમાંથી 6,03,687 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 49,881 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 80,40,203 પર પહોંચી ગયો છે. જેમાંથી 6,03,687 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 73,15,989 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 517 લોકોએ જીવ ગુમાવ્યા. દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારાની સંખ્યા 1,20,527 થઈ છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા મુજબ દેશમાં રિકવરી રેટ 90.99 ટકા થયો છે જ્યારે મૃત્યુદર 1.50 ટકા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. જ્યાં 16,60,766 કોરોના દર્દીઓ જોવા મળ્યા છે. જ્યારે 43,554 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, અને દિલ્હીનું સ્થાન છે.
With 49,881 new #COVID19 infections, India's total cases surge to 80,40,203. With 517 new deaths, toll mounts to 1,20,527 .
Total active cases are 6,03,687 after a decrease of 7116 in last 24 hrs
Total cured cases are 73,15,989 with 56,480 new discharges in last 24 hrs. pic.twitter.com/tjnby8bRuy
— ANI (@ANI) October 29, 2020
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં 10,65,63,440 કોરોના ટેસ્ટ થયા છે. જેમાંથી 10,75,760 સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે 28 ઓક્ટોબરે કરાયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે